16 January 2014

ચૂંટણીલક્ષી નિર્ણય



લઘુત્તમ પેન્‍શન ૧૦૦૦ થશે : સરકાર ચૂંટણીલક્ષી નિર્ણય લેશે
૨૭ લાખ પેન્‍શનરોને થશે લાભ : આ મહિને ૪ જાહેરાત
નવી દિલ્‍હી : લોકસભાની ચૂંટણી પહેલા સરકાર એક દરખાસ્‍ત મંજૂર કરવા માગે છે જેનાથી ફોર્મલ સેક્‍ટર વર્કરો તત્‍કાળ ઓછામાં ઓછું રૂ. ૧૦૦૦નું પેન્‍શન મેળવવા હકદાર બનશે. આનાથી ૨૭ લાખ પેન્‍શનરોને લાભ થશે.
રૂ. ૧૦૦૦થી ઓછું પેન્‍શન મેળવનારા ૨૨ લાખ સભ્‍ય પેન્‍શનરો અને પાંચ લાખ વિધવાઓ છે. બધું મળીને

14 January 2014

ચાર કરોડ રિકવર કરવા

શિક્ષકો પાસેથી પગાર વધારાના ચાર કરોડ રિકવર કરવા કવાયત

અમદાવાદ,
બે વર્ષ પહેલાં શિક્ષણ વિભાગે મા. ઉ.મા.ના શિક્ષકોને સીસીસીની પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપી પગાર વધારો કરી આપ્યો હતો. જો કે આ તમામ ૫૦૦ શિક્ષકોની પરીક્ષા પાસ કરવાની મુદત પૂર્ણ થઇ જતા હવે તેમની પાસેથી

ધો. ૧માં પ્રવેશ

ધો. ૧માં પ્રવેશના મુદે ફરીથી વાલીઓએ સરકાર સામે આંદોલન શરૂ કરી દીધું છે. ૩૧ મે ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તો જે તેમને જૂન ૨૦૧૪માં ધો. ૧માં ફરજિયાત પ્રવેશ આપવો. પરંતુ આ વખતે

PF ઉપર મળશે વ્‍યાજ


આનંદો...૨૦૧૩-૧૪ માટે PF ઉપર મળશે ૮.૭૫% વ્‍યાજ


ચૂંટણીના વર્ષમાં નોકરીયાત વર્ગ ઉપર સરકાર વરસીઃ



નવી દિલ્‍હી તા.૧૩: નોકરિયાત વર્ગ માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. EPFOએ PF ખાતા પર વ્‍યાજ દર ચાલુ નાણાકીય વર્ષ માટે ૮.૭૫% કરવાનો નિર્ણય કર્યો છે. જે ગયા વર્ષે
૮.૫% હતું. આ નિર્ણયથી પાંચ કરોડ PF ખાતેદારોને ફાયદો થશે. આજે યાજોયેલી બોર્ડની બેઠક બાદ કેન્‍દ્રીય શ્રમ મંત્રી ઓસ્‍કર ફર્નાન્‍ડિઝે આ માહિતી આપી હતી. આ અંગે Employees’ Provident Fund Organisation(EPFO)ની આજે The Central Board of Trustees (CBDT) સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૮.૭૫% ના વ્‍યાજ દર પર મ્‍હોર મારી દેવામાં આવી છે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૨-૧૩માં ૮.૫૦% વ્‍યાજ દર હતો. તેની અગાઉના વર્ષે ૨૦૧૧-૧૨માં ૮.૨૪% હતો. હવે આ નવા વ્‍યાજ દર અંગે નાણા મંત્રાલય પાસેથી મંજૂરી મળ્‍યા બાદ ખાતેદારના ખાતામાં નવા વ્‍યાજ દર પ્રમાણે વ્‍યાજ ઉમેરાશે.


સૂત્રો અનુસાર PF પર ૮.૭૫% વ્‍યાજ આવનારી લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને કરાયું છે. EPFO ને ચાલુ નાણાકીય વર્ષમાં ૨૦૭૯૬.૯૬ કરોડની આવક થવાની શક્‍યતા છે.


રાહત ભર્યા બીજા બે સમાચાર છે. પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપી દીધો કે સબ્‍સિડીવાળા ગેસના બાટલાની સંખ્‍યા વધારીને ૧૨ થઇ શકે છે. આ સિવાય ઓનલાઇન રિટર્ન દાખલ કરવું હવે વધુ સરળ થઇ શકશે. પરંતુ એક સમાચાર મુશ્‍કેલ ભર્યા આવી શકે છે. ATM ઉપયોગ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. ATM યુઝ કરવાના બદલે ફી વસૂલવાના પ્રસ્‍તાવનું SBIએ સમર્થન કર્યું છે. ત્‍યારબાદ એ વાતની શંકા છે કે ટૂંક સમયમાં RBI મફત ATM ટ્રાન્‍ઝેકશન સીમિત કરવાના બેન્‍કના પ્રસ્‍તાવ પર હકારાત્‍મક નિર્ણય લઇ શકે છે.